ભુજ,
કચ્છમાં પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો હોવાથી પીજીવીસીએલ દ્વારા નાગરિક જોગ સંદેશ જાહેર કરાયો છે, જેમાં નાગરિકોને પવન સાથે ભારે વરસાદ વચ્ચે વીજ ટ્રાન્સફોર્મર તથા જોખમી વીજ લાઇન, વીજ પોલની નજીક ન જવા તેમજ ભીના હાથે વીજલાઇન કે સ્વીચનો સંપર્ક ન કરવા, ઘરની છત પર લાગેલા સોલાર પેનલ વગેરેને યોગ્ય રીતે બાંધવા જેથી અકસ્માત થતો અટકાવી શકાય, તેમજ વીજ અકસ્માત કે જોખમની સ્થિતિમાં ટોલ ફ્રી નંબર ૧૯૧૨૨નો સંપર્ક સાધવા જણાવાયું છે.