ભુજ,
કચ્છ ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ જોરાવરસિંહ રાઠોડ ના પુત્ર ભુપેન્દ્રસિંહ માંડવી તાલુકાના ફરાદી રતાડીયા વચ્ચેની વહેતી પાપડીમાંથી પસાર થતી વેળાએ તેમની થાર કાર પાણીના પ્રવાહમાં તણાઈ હતી. આ દરમિયાન તેમની સાથે રહેલા ભુજના અજીતસિંહ પૃથ્વીસિંહ જાડેજા કારમાંથી બહાર નીકળી ઝાડી પકડી લેતા તેમનો બચાવ થયો હતો, જ્યારે ભુપેન્દ્રસિંહ થાર કાર સહિત પાણીના વહેણમાં થાર સહિત તણાઈ ગયા હતા. ત્યારે ગઈકાલે તેમની થાર કાર મળી આવી હતી પણ તેમનો પત્તો ન હતો ત્યારે આજે વહેલી સવારે રામણીયા નજીકથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે.
કચ્છના સામાજિક અગ્રણી એવા જોરાવરસિંહજી રાઠોડ પરિવાર પર વજ્રઘાત આવી પડ્યો છે ત્યારે તેમના નિવાસ્થાને આ દુઃખની ઘડીમાં હુંફ આપવા મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.
એન ડી આર એફ સ્થાનિક વહીવટી તંત્ર તેમજ આસપાસના ગામના રહેવાસીઓએ સ્વર્ગીય ભુપેન્દ્રસિંહજીને શોધવા માટે જહેમત ઉઠાવી હતી ત્યારે આજે સવારે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
સદ્દગત ની સ્મશાનયાત્રા યાત્રા આજે તારીખ ૨૮/૮/૨૪ ના સવારે ૧2.૩૦ કલાકે તેઓના નિવાસસ્થાન “અદિતિ પેલેસ” સ્વામિનારાયણ નગર ૨, સિદ્ધિવિનાયક મંદિર પાસેથી, ત્રિમંદિર રોડ ભુજ થી લોહાણા સ્મશાન જશે.