નર્મદા: ગુજરાત માટે સારા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 134.70 મીટર પહોંચી છે. હાલ ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી આવેલા ત્રણ લાખ ક્યુસેક પાણીની આવક થઇ છે. જેના કારણે દોઢ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. નર્મદા, ભરુચ અને વડોદરા કાંઠાના ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે. ડેમમાં ત્રણ લાખ પાણીની આવક થયા બાદ દોઢ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. જળ સ્તર વધતાની સાથે ડેમની સપાટી 134.70 મીટર પહોંચી છે. સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલાયા છે. જેના કારણે નર્મદા કાંઠાના વિસ્તારોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.ડભોઇ નજીક પસાર થતી નર્મદા નદીમાં પાણીની આવક વધવાને કારણે એલર્ટ આપવામાં આવ્યું છે. નદી કિનારાના ચાર ગામના લોકોને સાવધાન કરવામાં આવ્યું છે. નદી કિનારાના કરનાળી, ચાંદોદ, નંદેરિયા, ભીમપુરા ગામને એલર્ટ રખાયા છે.
