ઉત્તરાખંડ સહિત દેશના 23 રાજ્યોમાં ભારે વરસાદ તો હવામાન વિભાગની અહીંં અતિભારે વરસાદની આગાહી

by JAYENDRA UPADHYAY
0 comments

સમગ્ર ઉત્તર ભારતમાં અત્યારે ચોમાસું જામ્યું છે. દિલ્હી-એનસીઆર સહિત હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સાથે કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ કાળા ડિબાંગ વાદળો છવાયા છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને દેશના 23 રાજ્યોમાં વરસાદને લઈને આગાહી કરી છે.ઉત્તરાખંડ, પૂર્વી રાજસ્થાન, બિહાર, અસમ, મેધાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કરેળ, માહે, તમિલનાડુ, પોંડુચેરી અને કરાઈકલમાં અલગ-અલગ સ્થળો પર IMDએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ રાજ્યોમાં આજે આશરે 4 ઇંચ વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ. ઉત્તર પ્રદેશ, પૂર્વી મધ્ય પ્રદેશ, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, કોંકણ અને ગોવા મધ્ય મહારાષ્ટ્રમાં અલગ-અલગ સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે. આ રાજ્યોમાં આશરે 2 ઇંચ જેટલો વરસાદ પડી શતે છે. આ સાથે જ રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારોમાં વીજળી પડવાની સાથે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

You may also like

Leave a Comment