ભુજ
આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદની હાલ બે સિસ્ટમ સક્રિય હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે..વરસાદની પરિસ્થિતિ જોતા પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન કરાયું છે.દરમ્યાન આજે સવારથી પશ્ચિમ કચ્છના અબડાસા નખત્રાણા વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા.નખત્રાણા પંથકમાં સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધી 69 મીમી વરસાદ નોંધાયેલ છે.આ સાથે જ મોસમનો કુલ વરસાદ 402 મીમી નોંધાવા પામેલ છે.આ ઉપરાંત અબડાસામાં 10 મીમી, મુન્દ્રામાં 34 મીમી, માંડવીમાં 28મીમી લખપતમાં 6મીમી, રાપરમાં 4મીમી વરસાદ નોંધાવા પામેલ છે.સમગ્ર તાલુકાના મોસમના કુલ વરસાદની વાત કરીએ તો લખપતનો 145 મીમી, રાપરનો 96 મીમી, ભચાઉનો 125 મીમી, અંજારનો 328 મીમી, ભુજનો 279 મીમી, નખત્રાણાનો 402 મીમી, અબડાસાનો 267 મીમી, માંડવીનો 442મીમી, મુન્દ્રાનો 609 મીમી, ગાંધીધામનો 290 મીમી વરસાદ નોંધાવા પામેલ છે.
નખત્રાણામાં આજે વહેલી પરોઢથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી ગામમાં પાણીના ધોધ વહી નીકળ્યા હતા. ગામની બજારોમાં જાણે નદીઓ વહેતી હોય તેવું જોવા મળી રહ્યું છે.
નખત્રાણા તાલુકાના નાના અંગિયા અને મોટા અંગિયા ગામની વચ્ચે આવેલી ભુખી નદીમાં વરસાદી પાણીના પ્રવાહના કારણે નદીની પાપડી પર બનાવવામાં આવેલો ડામર રોડનો એક બાજુનો આખે આખો રોડ આરસીસી પરથી ઉખડી ગયો હતો.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …