સમગ્ર ગુજરાતમાં ઝડપથી ફેલાઇ રહેલા ચાંદી પુરા વાયરસની કચ્છમાં એન્ટ્રી થઇ છે.આ વાયરસનો પ્રથમ પોઝીટીવ કેસ નખત્રાણાના દેવપર ગામે નોંધાયો છે.દેવપર ગામની બાળકીમાં શંકાસ્પદ લક્ષણો દેખાયા બાદ તેના રીપોર્ટ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા જે પોઝીટીવ આવ્યા બાદ હાલ આ બાળકીને જી.કે.જનરલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે.નખત્રાણા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી શરુ કરી દેવાઇ છે.આ ઉપરાંત પાંચ હજાર જેટલા કાચા પાકા ઘરોમાં દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.કચ્છ જીલ્લા આરોગ્ય અધીકારી ડો.ફુલમાલીએ ચંચળન્યુઝ સાથે વાત કરતા જણાવ્યુ હતું કે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાય તો લોકોએ તાત્કાલીક નજીકના આરોગ્ય વિભાગની ટીમનો સંપર્ક કરવો.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …