ગુજરાતમાં વિભાગની આરોગ્ય વિભાગની ઊંઘ હરામ કરનાર ચાંદીપુરા વાયરસ નો શંકાસ્પદ કેસ બનાસકાંઠામાં સામે આવતા બનાસકાંઠા આરોગ્યતંત્ર દોડતું થઈ ગયું છે, બનાસકાંઠા જિલ્લાના પાડોશી જિલ્લા સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસના કારણે બાળકોના મોત નીપજ્યા હતા જે બાદ હવે બનાસકાંઠામાં પણ ચાંદીપુરા વાયરસે દેખા દીધી છે એમાં સૌથી પહેલા બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે, જિલ્લાના દાંતીવાડામાં 16 વર્ષીય કિશોરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો મળ્યા જોવા મળ્યા છે. જોકે આરોગ્ય વિભાગને જાણ થતા કિશોરના સેમ્પલ લઈ ગાંધીનગર ખાતે મોકલાયા છે, જોકે હાલ બાળકને કિશોરને જાડા,ઉલટી,ચક્કર આવતા જાયડ્સ હોસ્પિટલ અમદાવાદ ખાતે દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
