આજરોજ ચેરપર્સનશ્રી શ્રીમતિ રેખાબેન દવેના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ભુજ ખાતે જિલ્લાકક્ષાની પીસી પીએનડીટી એડવાઇઝરી કમિટીની બેઠક મળી હતી.
બેઠકમાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા સ્થળ ચકાસણી બાદ મંજૂરી માટે આવેલી અરજીઓને માન્યતા આપવામાં આવી હતી. જેમાં નવા રજિસ્ટ્રેશન માટે આવેલી દિવીસા વુમન્સ હોસ્પીટલ ભુજ અને માતૃસ્પર્શ હોસ્પીટલ ભચાઉની અરજીને માન્યતા આપવામાં આવી. તેમજ રીન્યુઅલ રજિસ્ટ્રેશનની અરજી પૈકી અદાણી હોસ્પીટલ મુન્દ્રા , નીયોલાઈફ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલ માંડવી , મા હોસ્પીટલ ગાંધીધામ, શ્રીજી ઈમેજીંગ સેન્ટર અંજાર અને ગુરુકૃપા ડાયગ્નોસ્ટીક સેન્ટર મુન્દ્રાને તરીકે માન્યતા આપવામાં આવી હતી.
ઉપરાંત બેઠકમાં પીસી પીએનડીટી અંગે કાયદાકીય સમજ માટે લોકોમાં જાગૃતિ આવે તે માટેના કાર્યક્રમો યોજવા, શિબિરોનું આયોજન, બેટી વધાવો અંતર્ગત શાળાઓમાં વકતૃત્વ સ્પર્ધા કરવી, ૧ દીકરી અને ર દીકરીઓના વાલીઓનું સન્માન કરવું તથા વિશ્વ વસ્તી દિન ઉજવણી હેઠળ સેમીનાર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તાલુકા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા પીએનડીટી ઈન્સ્પેકશન ૯૦ દિવસ દરમિયાન થાય તે મુજબ માઈક્રોપ્લાનીંગ કરી તેની અમલવારી કરવા જણાવાયું હતું.
બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારી આર.આર.ફુલમાલી, પીસી પીએનડીટી એડવાઈઝરી કમિટિના સભ્ય શ્રીમતિ કાન્તાબેન સોલંકી, ભુજ, અંજાર, અબડાસાના તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, ગાયનોકોલોજીસ્ટ શ્રી ડો. અશરફ મેમણ તેમજ જિલ્લા પંચાયતના અન્ય પીસી પીએનડીટી સ્ટાફ સભ્યો મીટીંગમાં હાજર રહ્યો હતો.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …