દેશભરમાં વરસાદી માહોલ જોરદાર જામ્યો છે. હવામાન વિભાગે આજે 11 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. રવિવારે રાત્રે 1 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધીના છ કલાકમાં મુંબઈમાં 300 મિમી(11.8 ઈંચ)થી વધુ વરસાદ નોંધાયો હતો. જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે મુંબઈ એરપોર્ટ પર વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે. બપોરે 2.22 વાગ્યાથી સવારે 11 વાગ્યા સુધી 50 ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી.તેમાંથી 42 ફ્લાઈટ્સ ઈન્ડિગોની છે, 6 ફ્લાઈટ્સ એર ઈન્ડિયાની છે અને 2 ફ્લાઈટ્સ અન્ય એરલાઈન્સની છે. રેલવેએ જણાવ્યું કે, પાટા પર પાણી ભરાઈ જવાને કારણે મુંબઈ ડિવિઝનની 5 ટ્રેનો રદ કરવામાં આવી છે. કેટલીક લોકલ ટ્રેનો પણ કલાકો મોડી ચાલી રહી છે. મુંબઈમાં BMCએ આજે સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે.તે જ સમયે, મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લામાં સોમવારે સવારે 3 વાગ્યાથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કિલ્લાની સીડીઓ પર પાણી તેજ ગતિએ વહી રહ્યું છે. ઘણા પ્રવાસીઓ કિલ્લાની ઉપર ફસાયેલા છે.હવામાન વિભાગે આજે 11 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડમાં છેલ્લા 4 દિવસથી ભારે વરસાદને કારણે કેદારનાથ અને બદ્રીનાથ હાઈવે સહિત 115થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે.
ભૂસ્ખલન અને કેટલાક ધોવાણને કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા હતા. આ પછી ચાર ધામ યાત્રા રોકી દેવામાં આવી હતી. જેના કારણે 6 હજાર શ્રદ્ધાળુઓ વિવિધ સ્થળોએ ફસાયેલા છે. ગંગા સહિત છ નદીઓ ખતરાના નિશાનની નજીક વહી રહી છે.“જો જરૂર ન હોય તો ઘર છોડશો નહીં”: મુંબઈમાં વરસાદ અટક્યા પછી શિંદેની અપીલ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને મુંબઈમાં લોકોને અપીલ કરી છે કે જો જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળો કારણ કે વરસાદ, પૂરથી શહેર લકવાગ્રસ્ત છેમુંબઈ અને આસપાસના વિસ્તારમાં થયેલાં ભારે વરસાદના કારણે વિધાનસભાની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે.મુંબઈમાં વરસાદને લઈ રેલવે વિભાગે જણાવ્યું કે, પાટા પર પાણી ભરાઈ જવાને કારણે મુંબઈ ડિવિઝનની 5 ટ્રેનો રદ કરવામાં આવી છે. કેટલીક લોકલ ટ્રેનો પણ કલાકો મોડી ચાલી રહી છે. મુંબઈમાં BMCએ આજે સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે.બીજી તરફ ઉત્તરાખંડમાં છેલ્લા 4 દિવસથી ભારે વરસાદને કારણે કેદારનાથ અને બદ્રીનાથ હાઈવે સહિત 115થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. ભૂસ્ખલન અને કેટલાક ધોવાણને કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા હતા. આ પછી ચારધામ યાત્રા રોકી દેવામાં આવી હતી. જેના કારણે 6 હજાર શ્રદ્ધાળુઓ વિવિધ સ્થળોએ ફસાયેલા છે. ગંગા, અલકનંદા, ભાગીરથી સહિત અનેક નદીઓ ખતરાના નિશાનની નજીક વહી રહી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 1 જૂનથી ઉત્તરાખંડમાં 276.8 મિમી વરસાદ થયો છે. જ્યારે સામાન્ય ક્વોટા 259 મિ.મી. સમગ્ર ચોમાસા દરમિયાન ઉત્તરાખંડમાં સરેરાશ 1162.2 મિમી વરસાદને સામાન્ય ચોમાસું ગણવામાં આવે છે.