ચીનની ફરી અવળચંડાઈ, પેંગોંગ તળાવ નજીક બંકરો બનાવ્યા, સેટેલાઈટ તસવીરો દ્વારા ખુલાસો

ચીનની સેના પૂર્વ લદાખમાં પેંગોંગ તળાવની આસપાસના વિસ્તારમાં સતત ખોદકામ કરી રહી છે. તેણે અહીં હથિયારો અને ઈંધણના સંગ્રહ માટે ભૂગર્ભ બંકર બનાવ્યા છે. આ ઉપરાંત આ વિસ્તારમાં એક મુખ્ય મથક પર બખ્તરબંધ વાહનો માટે એક બેઝ પણ તૈયાર કર્યો છે.  સેટેલાઇટથી લીધેલી તસવીરોમાં આ વાત સામે આવી છે.અહેવાલો અનુસાર, પેંગોંગ તળાવ નજીકના પહાડોની વચ્ચે સિરજેપમાં પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) બેઝ છે. આ બેઝ તળાવની આસપાસ ચીની સૈનિકોનું મુખ્યાલય છે. તે એવા વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે જેના પર ભારત દાવો કરી રહ્યું છે. તે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)થી માત્ર 5 કિ.મી. દૂર છે. મે 2020માં એલએસી પર ચીન અને ભારત વચ્ચેના વિવાદ પહેલા આ વિસ્તાર સંપૂર્ણપણે ખાલી હતો, જેમાં કોઈ વસાહત ન હતો.

About JAYENDRA UPADHYAY

Check Also

રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત

રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?