પુરી: ઓડિશાના પવિત્ર દરિયાકાંઠાના શહેર પુરીમાં રવિવારના રોજ શરુ થનાર ભગવાન જગન્નાથ અને તેમના ભાઇ બહેનોની ભવ્ય વાર્ષિક રથયાત્રા અને રથ ઉત્સવ માટે મંચ તૈયાર કરવામાં આવ્યો છે. ઘણા પરંપરાગત સુથારો અને ચિત્રકારો ભગવાનના ત્રણ વિશાળ રથને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે.જગન્નાથ સંસ્કૃતિ સંશોધક ભાસ્કર મિશ્રાએ જણાવ્યું હતું કે ‘ દર વર્ષે હિંદુ કેલેન્ડરના અષાઢ મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે ઉજવાતી રથયાત્રા એ જગન્નાથ મંદિરનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે, જ્યારે પવિત્ર ત્રિદેવો તેના જન્મસ્થળ ગુંડીચા મંદિર (યજ્ઞવેદી અથવા ભગવાનનો બગીચો)ની તરફ અને વાર્ષિક નવ દિવસીય પ્રવાસ માટે નીકળે છે. જે જગન્નાથ મંદિરથી લગભગ ત્રણ કિલોમીટર દૂર છે.’ તેમણે કહ્યું હતું કે ‘તમામ સંપ્રદાયો અને પંથોથી ઉપર ઉઠીને આવનારા ભક્તોને રથયાત્રા દરમિયાન દર્શન થાય છે. ‘ પરંપરા અનુસાર, ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રા ત્રણેને હિંદુ કેલેન્ડર પ્રમાણે જ્યેષ્ઠ મહિનાના પૂર્ણિમાના દિવસે ( ભગવાન જગન્નાથનો જન્મદિવસ માનવામાં આવે છે) સ્નાનયાત્રા દરમિયાન સુગંઘિત 108 ઘડાઓથી સ્નાન કરાવ્યા પછી તેઓ બિમાર પડી જાય છે.
Check Also
ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ
અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …