શાળા પ્રવેશોત્સવ દરમિયાન રાપર તાલુકા મા યોજાઈ રહ્યો છે તે અંતર્ગત આણંદપર સીઆરસી ક્લસ્ટર દ્વારા
ઈન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આંબાભાઈ મકવાણા ,રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ અરજણભાઈ ડાંગર ,મહામંત્રી મહાદેવભાઈ કાગ, રાપર B.R.C અશોકભાઈ ચૌધરી, C.R.C વાલાભાઈ આહીર, રોહિતભાઈ,દિનેશભાઇ કલસ્ટરના તમામ શાળાના આચાર્ય તથા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી ઉપસ્થિત મા યોજાયો હતો
દિપ પ્રાગટય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામા આવી.સંગીત ખુરશી, કોથળા દોડ, અને લિંબુ ચમચી, સિકા શોધ,100, 200 મીટર દોડ, રસ્સા ખેંચ.જેવી અનેક રમતો રમાડવામા આવી હતી.
1 થી 3 નંબર મેળવનારને સીઆરસી વાલાભાઈ દ્વારા ઈનામ આપી પ્રોત્સાહિત કરવામા આવ્યા.
સમગ્ર આયોજન અને જણમવારના દાતા વાલાભાઈ આહીર C.R.C ,અને વિરમભાઈ વિસાસરવાંઢ રહ્યા હતા,
આ કાર્યક્રમ મા 208 બાળકો એ ભાગ લીધો હતો.
.રમશે ગુજરાત ખેલશે ગુજરાતના ના સૂત્ર ને સાર્થક કરતા બાળક મા રહેલી શુષુપ્ત શક્તિ ને ઉજાગર કરવાના હેતુ સ્વરૂપે આ રમતોત્સવ મા આશરે 700 ઉપર વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનુ સંપૂર્ણ સંચાલન અમુલખદાન ચારણે પોતાની આગવી શૈલીમાં કર્યુ હતું.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …