ભગવાન જગન્નાથની રથયાત્રા દરવર્ષની જેમ આ વર્ષે પણ ભુજ સ્વામીનારાયણ મંદીર દ્વારા ભુજ ખાતે યોજાશે.કચ્છી નવું વર્ષ અષાઢીબીજના દિવસે બપોરે ભુજના મહાદેવનાકાથી આ રથયાત્રાનો પ્રારંભ થશે.જે ભુજ સ્વામીનારાયણ મંદીર ખાતે પુર્ણ થશે ત્યારે ભગવાન જગન્નાથનો રથ છેલ્લા કેટલાય વર્ષોથી માધાપરના અગ્રણી અરજણભાઇ ભુડીયા વિશેષ રીતે તૈયાર કરે છે.અરજણભાઇ ભુડીયાએ ચંચળન્યુઝ સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે અષાઢીબીજની શોભાયાત્રા માટે રથ તૈયાર છે અને તેનો શણગાર બાકી છે.દરવર્ષએ રથને નવી રીતે શણગારવામાં આવે છે.સંતોના માર્ગદર્શન અને હરીભક્તોની મદદથી આ રથ તૈયાર કરવામાં આવે છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …