માતૃભૂમીના રક્ષણ કાજે શહીદ થતા, પોતાના ધૈર્ય અને સાહસથી ભારત દેશને અખંડીત રાખતા, પોતાનું સર્વોચ્ચ સમર્પીત કરતા આપણા શૂરવીર જવાનો અને તેઓના પરિવારજનો પ્રતિ સન્માનની લાગણી પ્રદર્શીત કરવા અને તેઓની ક્લ્યાણકારી પ્રવૃતિઓ માટે શ્રી સતપંથ સનાતન સમાજ, દેવપર દ્વારા રૂ. ૧,૦૧૦૦૦ રકમ નિવાસી અધિક કલેકટરશ્રી કચ્છના હસ્તક જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ કચેરીને આપવામાં આવી હતી.
નિવાસી અધિક કલેકટરશ્રી મિતેષ પંડ્યા તથા મદદનીશ જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી. એચ.એન.લીંબાચીયા, કચેરીના તમામ કર્મચારીઓ તથા જિલ્લાના તમામ સૈનિક પરિવાર તરફથી શ્રી સતપંથ સનાતન સમાજ, દેવપર નો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો તથા જિલ્લાના તમામ નાગરીકોને સશસ્ત્ર સેના ધ્વજદિન ફાળા માટે પોતાનું યોગદાન આપવા આહવાન કરવામાં આવે છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …