હિંસાગ્રસ્ત મણિપુરમાં હવે ખુદ સીએમ પણ અસલામત બન્યાં છે. આતંકવાદીઓએ સોમવારે સીએમ એન બિરેન સિંહના સુરક્ષા કાફલા પર હુમલો કર્યો. આતંકવાદીઓએ તેમના કાફલા પર ધડાધડ ગોળીબાર કર્યો હતો એક સિક્યુરીટી જવાન ઘાયલ થયાં હતા. સદનસીબે સીએમનો આબાદ બચાવ થયો હતો. સીએમ એન બિરેન સિંહનો સુરક્ષા કાફલો મણિપુરના હિંસાગ્રસ્ત જીરીબામ જિલ્લામાં જઈ રહ્યો હતો, પરંતુ તે દરમિયાન અચાનક આતંકવાદીઓએ ફાયરિંગ શરુ કરી દીધું હતું જોકે સુરક્ષા જવાનોએ પણ મોરચો સંભાળી લીધો હતો અને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ લખાઈ રહ્યું છે કે ત્યાં સુધી ફાયરિંગ ચાલું હતું.સીએમના કાફલા પર હુમલાની ઉપરાંત આતંકવાદીઓએ જીરીબામમાં બે પોલીસ ચોકીઓ, વન વિભાગની ઓફિસ અને 50 થી વધુ ઘરોને આગ ચાંપી દીધી હતી. આ પછી જીરીબામ જિલ્લામાં સ્થિતિ તંગ બની હતી અને તાબડતોબ વધારાના જવાનો તહૈનાત કરીને પરિસ્થિતિને કાબુમાં લાવવાનો પ્રયાસ કરાયો હતો. લમતાઈ ખુનૌ, દિબોંગ ખુનૌ, નુનખાલ અને બેગરા ગામમાં 70 થી વધુ ઘરોને આગ લગાડવામાં આવી હતી.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …