સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર સૌથી વધુ લસણનો ઉપયોગ કરવામાં આવે છે અને હાલ લસણના ભાવમાં ખૂબ જ વધારો થયો છે. લસણનો ભાવ 20 કિલોનો 3,900 સુધી નોંધાયો છે અને હાલ જાહેર બજારમાં લસણનો એક કિલોનો ભાવ 250 રૂપિયા સુધી નોંધાઈ રહ્યો છે.સ્થાનિક વેપારીઓ જણાવી રહ્યા છે કે, લસણની બજારમાં ભાવમાં વધારો થયો છે. સારા લસણનો ભાવ સતત વધી રહ્યો છે. હાલ માર્કેટ યાર્ડની અંદર લસણની આવકમાં ઘટાડો થયો છે અને માર્કેટિંગ યાર્ડમાં સતત દિવસેને દિવસે લસણના ભાવમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડ ભાવનગર તેમજ જામનગર માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવમાં વધારો થયો છે.રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણના 50 કટ્ટાની આવક નોંધાઈ હતી. લસણનો સામાન્ય ભાવ 1600 રૂપિયાથી 2200 રૂપિયા સુધી નોંધાયો હતો. જ્યારે સુપર માલનો ભાવ 2200 રૂપિયાથી 3200 રૂપિયા સુધી નોંધાયો હતો. યાર્ડમાં આવક ઘટતાની સાથે જ ભાવમાં વધારો નોંધાયો છે.
