શેરબજાર આજે એટલે કે ગુરુવાર (23 મે) ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. સેન્સેક્સે 75,407ની ઊંચી સપાટી બનાવી છે. અગાઉ, સેન્સેક્સની ઊંચી સપાટી 75,124 હતી જે તેણે 9 એપ્રિલે બનાવી હતી. જ્યારે નિફ્ટી 22,959ના સ્તરને સ્પર્શ્યો હતો. અગાઉ નિફ્ટીનો હાઈ 22,794 હતો.
સેન્સેક્સ હાલમાં 1000થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 75,200ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 300થી વધુ પોઈન્ટનો વધારા સાથે 22,900ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 4 શેરો ઘટી રહ્યા છે અને 26માં વધારો જોવા મળી રહ્યો છે.
આજના કારોબારમાં સૌથી વધુ ઉછાળો બેંકિંગ અને ઓટો શેરોમાં છે. નિફ્ટીના બેન્ક અને ઓટો ઈન્ડેક્સમાં લગભગ 2%નો ઉછાળો છે. આઇટી અને રિયલ્ટી ઇન્ડેક્સ 1% કરતા વધારે છે. મેટલ અને ફાર્મા શેર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મેટલ ઈન્ડેક્સ 0.32% અને ફાર્મા 0.48% ડાઉન છે.