ગરમીની સીઝનમાં શાકભાજી અને ફળોની આવક વધુ થતી હોય છે. હમણાં કચ્છ જિલ્લામાં કાળઝાળ ગરમીની વચ્ચે કમોસમી વરસાદ પડવાથી પણ માર્કેટમાં ફ્રૂટની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. અત્યારે કચ્છના વિવિધ શહેરોમાં કેરીથી લઈને દરેક ફ્રૂટ માર્કેટમાં જોવા મળી રહ્યા છે, જેમાં તરબૂચ, ચીકુ, બદામ કેરી, શકરટેટી, દાડમ, નાસપતી, આમલી, દ્રાક્ષ, જામફળ, સફરજન, પાઈનેપલ જેવા ફળોની બજારોમાં સારી એવી આવક જોવા મળી રહ્યા છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર દરેક ફ્રૂટમાં 5થી 10 રૂપિયાનો વધારો થયો છે. કાળઝાળ ગરમી પડવાના કારણે માર્કેટમાં ફળોના ભાવ વધારે જોવા મળી રહ્યા છે. માંગ અને આવક મુજબ ફળોના ભાવમાં વધારો-ઘટાડો થતો રહે છે. વેપારીઓએ જણાવ્યું હતું કે, અત્યારે ગરમીની સિઝનમાં બધા જ ફ્રૂટના ભાવમાં વધારો થયો છે. તેમણે જણાવ્યું હતું કે, આંબાના ભાવમાં પછી ઘટાડો થવાની સંભાવના છે. હાલ દરેક ફ્રૂટના ભાવ વધારે છે.