કચ્છ-મોરબી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ને લઈને કામગીરી અને પ્રચાર પ્રસાર અંગે કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષ પદે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણી અધિકારીશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષ પ્રજાપતી, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ પંડ્યા, નિયામકશ્રી ડી.આર.ડી.એ.શ્રી નિકુંજ પરીખ , નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઇ દ્વારા પ્રેસ-મીડિયાના મિત્રોને માહિતી આપવામાં આવી હતી
