કચ્છના પ્રવેશદ્વાર સમા ભચાઉ તાલુકાના સામખિયાળી ગામે ગત તા.31ના રોજ ગુલશન-એ મહંમદી ટ્રસ્ટના નેજા હેઠળ જાહેર તકરીરનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, તે દરમિયાન મુંબઈના કુખ્યાત મુફતી સલમાન અઝહરીએ
જાહેર મંચ પરથી ભડકાઉ ભાષણ આપ્યું હોવાનું સામે આવતા ગઈકાલે સામખિયાળી પોલીસે ખુદ ફરિયાદી બની, મૌલાના અઝહરી તથા ટ્રસ્ટના શિક્ષક મામદખાન મુર સામે તપાસ હાથ ધરી હતી. આ તપાસ અંતર્ગત આજે
સંવેદનશીલ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સહઆરોપીનું સામખિયાળી ખાતેના ઘટનાસ્થળે ડેમોનટ્રેશન યોજાયું હતું.આ અંગે ભચાઉ વિભાગના નાયબ પોલીસ વડા સાગર સાબડાએ જણાવ્યું હતું કે, મુફતી
અઝહરીએ સામખિયાળીના જે સ્થળે ભળકાઉ ભાષણ આપ્યું હોવાની ઘટના છે, તે મામલે કાર્યક્રમની પરવાનગી લેનાર અન્ય આરોપી સાથે પંચનામું કરવામાં આવ્યું હતું. જ્યાં આરોપી પાસે ક્યાં કાર્યક્રમ હતો, શું વિષય હતો જેવી
બાબતોને ચકાસવામાં આવી હતી. આ સમયે એલસીબી પીઆઇ ચુડાસમા ,સામખિયાળી પીએસઆઇ વી આર પટેલ સાથે મોટી સંખ્યામાં પોલીસ કાફલો હાજર રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે મુફતી અઝહરીએ સામખિયાળી બાદ
રાત્રે જૂનાગઢમાં આપેલા ભડકાઉ ભાષણનો મામલો ખૂલતા ATS દ્વારા આરોપીની મુંબઇથી અટક કરાયા બાદ ચાલી રહેલી તપાસ દરમિયાન સામખિયાળીમાં ભાષણ આપ્યું હોવાનું ખૂલવા પામ્યું હતું.
સામખીયારી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ ભડકાઉ ભાષણ અંગેના ગુના અનુસંધાને આરોપી-મામદખાન મોર નાઓના 2 દિવસના રિમાન્ડ કોર્ટ દ્રારા મંજૂર કરવામાં આવેલ છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …