આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ઇવીએમ મશીન અંગે લોકજાગૃતિ અર્થે આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમિત અરોરા દ્વારા ઇવીએમ નિદર્શન કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જિલ્લાના ૬ વિધાનસભા મતવિસ્તારમાં પણ આગામી બે માસ સુધી તમામ મામલતદાર કચેરી ખાતે આ પ્રકારે ઇવીએમ નિદર્શન કરવામાં આવશે. જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે મોબાઇલ વાન મારફતે પણ ઇવીએમ નિદર્શન કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેષ પંડ્યા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પાર્થ ગોસ્વામી તથા અન્ય અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
