દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ સતત પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરના આંકડા પર નજર કરીએ તો આજે કોરોનાના કેસ વધવામાં ગુજરાત દેશમાં ચોથા નંબરે છે. કાલ કરતાં આજે નવા11 કેસ સામે આવ્યા છે અને કુલ એક્ટિવ કેસની સંખ્યા 23 પર પહોંચી છે.દેશમાં આજે સૌથી વધુ 300 કેસ કેરળમાં, બીજા નંબરે કર્ણાટકમાં 13 કેસ, ત્રીજા નંબરે તામિલનાડુમાં 12 કેસ અને ચોથા નંબરે ગુજરાતમાં 11 કેસ નોંધાયા છે. કેરળમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને હાલ કુલ એક્ટિવ કેસની સંખ્યા 2441 પર પહોંચી છે. જ્યારે કર્ણાટકમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 92, તામિલનાડુમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 89 અને ગુજરાતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 23 પર પહોંચી છે. મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસ 45 છે, પણ આજનો કેસ વધવાનો આંકડો ગુજરાત કરતાં ઓછો છે.