દિલ્હી દારુ કૌભાંડ મામલામાં EDએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર નોટિસ મોકલી છે. ઈડીએ તેમને નોટિસ મોકલીને 21 ડિસેમ્બરનાં હાજર થવાનાં આદેશ આપ્યાં છે. દારુનીતિ કૌભાંડનાં મામલામાં કેજરીવાલને ઈડીએ આ બીજી વખત સમન મોકલ્યું છે. EDએ આ પહેલા પણ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે 2 ડિસેમ્બરનાં નોટિસ મોકલી હતી. પણ એ સમયે કેજરીવાલે નોટિસને ગેરકાયદેસર જણાવીને નોટિસ પાછી ખેંચવાની માંગ કરી હતી. તેઓ ઈડી સમક્ષ હાજર થયાં નહોતાં. દિલ્હી દારૂ કૌભાંડમાં ED કેજરીવાલની પૂછપરછ કરવા જઈ રહી છે. જેમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ થઈ ચૂકી છે.
Check Also
ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ
અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …