છત્તીસગઢમાં વિષ્ણુદેવે હિન્દીમાં CM પદના શપથ લીધા હતા. રાજ્યપાલ વિશ્વ ભૂષણ હરિચંદે તેમને શપથ લેવડાવ્યા હતા. CM વિષ્ણુદેવ સાથે અરુણ સાવ અને વિજય શર્માએ પણ ડેપ્યુટી CM પદના શપથ લીધા હતા. રાયપુરમાં CM વિષ્ણુદેવ સાયના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી અને અમિત શાહ હાજર રહ્યા હતા.
છત્તીસગઢમાં વિજય શર્માએ ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા હતા. અરુણ સાવએ પણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. કવર્ધાના ધારાસભ્ય વિજય શર્માને ડેપ્યુટી સીએમ બનાવ્યા બાદ શહેરમાં ફટાકડા ફૂટી રહ્યા હતા. દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. હાલમાં યોજાયેલી ચૂંટણીમાં વિજય શર્માએ કોંગ્રેસના વરિષ્ઠ મંત્રી મોહમ્મદ અકબરને 40 હજાર મતોથી હરાવ્યા હતા. આ તરફ અરુણ સાવ વર્ષ 2019માં લોકસભા ચૂંટણી જીતીને પહેલીવાર સાંસદ બન્યા હતા. તેમને લોર્મી વિધાનસભાથી ટિકિટ આપવામાં આવી હતી, જ્યાં સાવની જીત થઈ હતી.
યુપીના સીએમ યોગીની સાથે ઘણા રાજ્યોના સીએમ પણ કાર્યક્રમના સ્થળ, સાયન્સ કોલેજના મેદાનમાં હાજર હતા. આજે CM વિષ્ણુદેવ સાય સાથે બે ડેપ્યુટી CM અરુણ સાવ અને વિજય શર્માએ શપથ લીધા હતા.