સુપ્રીમ કોર્ટે મંગળવારે Enforcement Directorate (ED) ના ડાયરેક્ટર સંજયકુમાર મિશ્રાને ત્રીજીવાર એક્સ્ટેન્શન આપવાનો આદેશ રદ કરી નાખ્યો છે. સુનાવણી દરમિયાન આદેશ આપતા કોર્ટે કહ્યું કે ત્રીજીવાર એક્સ્ટેન્શન કાયદા મુજબ અમાન્ય છે. આ સાથે જ કોર્ટે વિસ્તારના આદેશને ‘ગેરકાયદેસર’ ગણાવ્યો. કોર્ટે મિશ્રાને ઈડીના ડાયરેક્ટર પદને છોડવા માટે 31 જુલાઈ સુધીનો સમય આપ્યો છે. આ નિર્ણય ઈડીના હાલના ડાયરેક્ટર સંજયકુમાર મિશ્રાના કાર્યકાળના એક્સ્ટેન્શનને પડકારનારી અરજીઓ પર આવ્યો છે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 31 જુલાઈ બાદ ઈડી માટે નવા ડાયરેક્ટરની નિયુક્તિ કરવી પડશે.