પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત લઈને ડ્રોન મારફતે જીવામૃત છંટકાવનો લાભ લેવા ખેડૂતોને જિલ્લા કલેક્ટરશ્રીનો અનુરોધ

કચ્છના માધાપર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિએ ખેડૂત ભૂપેન્દ્રભાઈ ગોવિંદભાઇ ગોરસીયાની દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતીના ૯ એકરના મોડલ ફાર્મની મુલાકાત લીધી હતી. મોડેલ ફાર્મ ખાતે ડ્રોન મારફત જીવામૃતનો છંટકાવ કરવા માટે નિદર્શન યોજવામાં આવ્યું હતું. આ મોડલ ફાર્મમાં ડ્રોન મારફતે પ્રાકૃતિક કૃષિમાં ઉપયોગી જીવામૃતનો જામફળ, ટામેટા અને સરગવાના પાક ઉપર છંટકાવ કરવામાં આવ્યો હતો. આ સફળ ડ્રોન નિદર્શનનું આયોજન જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, કચ્છ અને પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, આત્મા, કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું. આ નિદર્શનને નિહાળવા માટે ગામના ૩૦થી ૩૫ જેટલા ખેડૂતો હાજર રહ્યા હતા. ખેડૂતો ડ્રોન મારફતે જીવામૃતનો છંટકાવ કરે તે બાબત ઉપર જિલ્લા કલેક્ટરશ્રીએ ભાર મૂક્યો હતો.


માધાપર ખાતે આ પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મમાં રાઇ, સરગવો, ઘઉ, જામફળ, ટામેટા વગેરે પાકોમાં સંપૂર્ણ ડ્રીપ દ્વારા જીવામૃતનો ઉપયોગ કરવામાં આવે છે. જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જીવામૃત, ઘન જીવામૃત ખેડૂતો જાતે બનાવી પ્રાકૃતિક કૃષિ કરતા અન્ય જરૂરીયાતવાળા ખેડૂતોને વેચાણ કરે તે દિશામાં જાગૃતતા આવે તેમ સૂચન કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ હાજર રહેલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવીને ઝેરી રસાયણમુક્ત શાકભાજી, પેદાશો ઉગાડવા અપીલ કરી હતી. શ્રી ભુપેન્દ્રભાઇના પ્રાકૃતિક મોડલ ફાર્મમાં ઓટોમેટીક જીવામૃત પ્લાન્ટ, ઘન જીવામૃત, ગૌશાળા વગેરે સ્થળોની મુલાકાત જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ લીધી હતી.
આ મુલાકાત સમયે નાયબ ખેતી નિયામકશ્રી (વિ.), મદદનીશ ખેતી નિયામકશ્રીઓ, જિ.પં. કચેરી, મદદનીશ ખેતી નિયામક્શ્રી, પેટા વિભાગ, ભુજ, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, આત્મા, કચ્છ, બ્લોક ટેક્નોલોજી મેનેજરશ્રી, ગ્રામસેવકશ્રીઓ, આસી. ટેકનોલોજી મેનેજરશ્રી વગેરે ખેડૂતો સાથે હાજર રહ્યા હતા.

About JAYENDRA UPADHYAY

Check Also

ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?