દયાપર ખાતે મિલેટ ડેવલોપમેન્ટ યોજના અંતર્ગત કૃષિ મહોત્સવની ઉજવણી કરાઈ

આજરોજ ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ અંતર્ગત લખપત તાલુકાના દયાપર ખાતે ઉમિયાધામમાં જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા મિલેટ ડેવલોપમેન્ટ યોજના અંતર્ગત લોકોના સ્વાસ્થ્ય માટે જરૂરી એવા મિલેટસ(તૃણ ધાન્ય વર્ગના પાકો)ના વાવેતર વિસ્તાર વધારવા પ્રેરણા મળે તે માટે કૃષિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
ખેડૂતો પાકનું મૂલ્યવર્ધન કરી પોતાની આવકમાં વધારો કરે તેમજ મિલેટ્સમાંથી મળતા જરૂરી પોષકતત્વોના પ્રચાર-પ્રસાર માટે તાલુકા કક્ષાના કૃષિ મેળા અને સંકલ્પ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ તથા ઉપપ્રમુખ, અન્ય પદાધિકારીઓ તેમજ મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સરપંચશ્રી દયાપર, મદદનીશ ખેતી નિયામકશ્રીઓ તથા વિસ્તરણ અધિકારી અને ગ્રામસેવકો હાજર રહ્યા હતા.
વિવિધ ગામોમાંથી આવેલા ૫૦૦ જેટલા ખેડૂત તથા ગ્રામીણ અગ્રણીઓએ મહોત્સવમાં ભાગ લીધો હતો. ખેતીવાડી, બાગાયત, જમીન ચકાસણી પ્રયોગ શાળા ભુજ, ICDS, ખેડૂત તાલીમ કેન્દ્ર /આત્મા કચેરી ભુજ, GSFC, GATL જેવા સરકારી વિભાગો સાથે પ્રાઇવેટ કંપનીઓ મળી કુલ ૦૯ જેટલાં સ્ટોલ પ્રદર્શન અર્થે ગોઠવવામાં આવ્યા હતા. વૈજ્ઞાનિકો દ્વારા મિલેટની ખેતી અંતર્ગત માહિતી તેમજ યુનિવર્સિટી દ્વારા વિકસાવેલી નવી ટેક્નોલોજી તથા નવી જાતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ કૃષિ પ્રદર્શન અંતર્ગત આંગણવાડી બહેનોએ વિવિધ મિલેટ આધારિત વાનગીઓનું પ્રદર્શન રજૂ કર્યું હતું. ખેતીવાડી વિભાગ દ્વારા સ્માર્ટફોન ખરીદીમાં સહાય યોજનાના લાભાર્થીઓને પૂર્વમંજુરી હુકમ તેમજ પેમેન્ટ ઓર્ડરનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. અદાણી ફાઉન્ડેશન દ્વારા ખેડૂતોને મિનરલ મિક્ષરનું વિતરણ કરવામાં કરવામાં આવ્યું હતું તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ભુજની અખબારી યાદીમાં જણાવાયું છે.

About JAYENDRA UPADHYAY

Check Also

ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?