જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચ્છ ભુજની સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ શાખા દ્વારા જિલ્લાના વિવિધ ગામડાઓમાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વચ્છતા હી સેવા ૨૦૨૩ની ગાર્બેજ ફ્રી ઇન્ડિયાની થીમ સાથે ગામડાઓ કચરા મુકત બની રહે તે માટે વિવિધ ગામોમાં સફાઈને પ્રાધાન્ય આપીને લોકોને જોડવામાં આવી રહ્યા છે.
સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ગામડાઓ કચરા મુક્ત બને તે માટે સફાઈ અભિયાન, લોકજાગૃતિ, શેરી નાટકો, સ્વચ્છતા રેલી, શાળામાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સફાઈ કર્મચારીઓના હેલ્થ ચેકઅપ કેમ્પ તેમજ સફાઈ કર્મચારીઓને કોઈ અવગડતાના ન પડે તે માટે તેમને સમજણ આપવામાં આવી રહી છે. ગામડાઓમાં સ્વચ્છતાને વેગ આપતી અન્ય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ગામડાઓ સ્વચ્છ બને તે માટે સ્વચ્છતા હી સેવા અંર્તગત ઝુંબેશરૂપે કામગીરી કરવામાં આવી રહી છે. સફાઈ અભિયાન અને સ્વચ્છતાની વિવિધ પ્રવૃતિઓના માધ્યમથી લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. સ્વચ્છતા પખવાડિયામાં સ્વયભૂ જોડાઈને લોકો આ અભિયાનમાં પોતાની ભાગીદારી નોંધાવી રહ્યા છે તેમ નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભુજ કચ્છ દ્વારા જણાવાયું છે.
Check Also
રાપરના ભીમાસરમાં રહેણાંક મકાનમાંથી રૂ 1.12 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
આજે પૂર્વ કચ્છના રાપર તાલુકાના આડેસરની પોલીસ દ્વારા ભીમાસર ગામેથી રહેણાંક મકાનમાં છુપાવેલો અંગ્રેજી દારૂનો …