રિપોર્ટ્સ અનુસાર, બાંગ્લાદેશની મંડી જનજાતિ સાથે જોડાયેલી એક પરંપરા ખૂબ જ ચોંકાવનારી છે અને આ કુપ્રથા સમાન બની ગઈ છે. જો કોઈ પુરુષ નાની ઉંમરમાં કોઈ વિધવા મહિલા સાથે લગ્ન કરે છે, તો એ નક્કી થાય છે કે આગળ જતાં તે પોતાની જ દીકરી સાથે લગ્ન કરી લેશે. પણ તે પોતાની અને આ મહિલા સાથે થયેલી દીકરી નહીં પણ મહિલાના પ્રથમ લગ્નથી થયેલી દીકરી સાથે લગ્ન કરે છે, જે સંબંધમાં તે પુરુષની સાવકી દીકરી માનવામાં આવશે.
નાની ઉંમરમાં જ્યારે બાળકી જે વ્યક્તિને પોતાનો પિતા માને છે, તે આગળ જતાં તેનો પતિ બને છે. આ કુપ્રથાના કારણે જ્યારે કોઈ મહિલા નાની ઉંમરમાં વિધવા બની જાય છે, અને તેની દીકરી રહે છે, તો તે શરત પર કોઈ બીજી પુરુષ સાથે લગ્ન કરે છે અને આગળ જતાં તેની દીકરી પણ તેની પત્ની બને છે અને પત્ની હોવાનો ધર્મ નિભાવે છે. આ નાતે સાવકો પિતા, પોતાની સાવકી દીકરીનો ફક્ત પતિ જ નહીં પણ તેની સાથે ફિઝિકલ રિલેશન પણ બનાવી શકે છે.