અંબાલાલ પટલે અગાઉ હાલના સમય માટે આગાહી કરીને ભારે વરસાદનો વરતારો કર્યો હતો, જોકે હજુ પણ તેમણે ભારે વરસાદ રાજ્યભના વિવિધ ભાગોમાં થવાની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં તેમણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આગામી સમયમાં દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. મજબૂત ગસ્ટ ગુજરાત તરફ ભારે ભેજ લઈને આવી રહ્યું છે.
આજથી 24 જુલાઈ સુધી ભારે વરસાદ રહેશે. અમદાવાદના ભાગો સુધી ભારે વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ રહેશે.
(23 જુલાઈ) નર્મદા નદીમાં પૂર અને ડેમ ઓવરફ્લો થવાની આગાહી કરી છે. એટલું જ નહીં, સાબરમતી નદીમાં પણ પૂર આવે તેવી સંભાવના છે.