બે હજારની નોટ પરત ખેંચવામાં આવ્યા બાદ મોટા વ્યવહાર થયાનું ખુલ્યુ છે. સ્ટોક વેલ્યુર દ્વારા આકારણી કર્યા બાદ વધુ વિગતો સામે આવશે. તેમજ લોકર અને અન્ય દસ્તાવેજી સાહિત્ય અંગે પણ ખુલાસો થશે. રાજકોટમાં જ્‍વેલર્સ ગ્રુપ પર ITનું મેગા સર્ચ યથાવત છે.
રાધિકા, શિલ્પા, જેપી જ્વેલર્સ, વર્ધમાન બિલ્ડર્સ પર આવકવેરાની મેરેથોન તપાસ થઇ રહી છે. 28 સ્થળોએ આવતીકાલ સુધી તપાસ ચાલુ રહેશે. તેમજ લોકરો ઓપરેટ કર્યા બાદ કરચોરીનો આંક બહાર આવશે. રાજકોટ આવકવેરાની ઈન્વેસ્ટીગેશન વીંગ દ્વારા મંગળવારે સવારથી શહેરના રાધિકા, શિલ્પા અને જેપી જવેલર્સ અને એક્ષપોર્ટ તથા વર્ધમાન બિલ્ડર્સ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જે આજે 3 દિવસે પણ અવરિત ચાલુ રહ્યું છે અને અત્યાર સુધીમાં 25 બેંક એકાઉન્ટ,17 લોકર, રૂ.4 કરોડની રોકડ અને કેટલાક શંકાસ્પદ વ્યવહારના ડોકયુમેન્ટ આવકવેરાના અધિકારીઓને હાથ લાગ્યા છે