બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીની માતાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. અભિનેતાના નાના પુત્ર નમાશી ચક્રવર્તીએ આ વાતની પુષ્ટિ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાના માતા લાંબા સમયથી બીમાર હતા અને તેણે શુક્રવારે દુનિયાને અલવિદા કહી દીધું. તમને જણાવી દઈએ કે શાંતિરાણી મિથુન સાથે તેના મુંબઈના ઘરમાં જ રહેતા હતા.
ત્રણ વર્ષ પહેલા કોવિડ દરમિયાન અભિનેતાના પિતા બસંત કુમાર ચક્રવર્તીનું 95 વર્ષની વયે અવસાન થયું હતું.