દીવ-ગાંધીનગરની વોલ્વો બસને ગીર સોમનાથની ઉના પોલીસે રોકી હતી અને તપાસ કરતા બસની ઉપરના ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો મળ્યો છે. વોલ્વો બસ નંબર GJ07 YZ 6631ના ડ્રાઈવર અને કન્ડક્ટરને ઉના પોલીસ સ્ટેશન લવાઈને કાયેદસરની કાર્યવાહી કરાઈ હતી. આ અગાઉ દીવ ચેક પોસ્ટ નજીક વણાંકબારા પોલબંદર રૂટની ST બસમાંથી દારૂ ઝડપાયો હતો.
