મહિલા પર દુષ્કર્મ આચરનાર આરોપી નિવૃત પીએસઆઇ ડી.એચ.વાઘેલાને ગાંધીનગરથી સુરત લાવવામાં આવ્યો હતો. ડી.એચ.વાઘેલા પર 42 વર્ષીય પરિણીતા પર દુષ્કર્મ આચરવાનો આરોપ છે. પરિણીતાને તબિયત ખરાબ હોવાનું કહીને ઘરે બોલાવી હતી અને ત્યારબાદ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. મહિલા ઘરે ટિફિન સર્વિસનું કામ કરતી હતી. નોંધનીય છે કે 42 વર્ષીય મહિલાએ પૂર્વ પીએસઆઇ વિરુદ્ધ દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. પીડિત મહિલાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં પૂર્વ પીએસઆઇ ડીએચ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ટિફિન સર્વિસનું કામ કરતી હતી ત્યારે પૂર્વ પીએસઆઇ ડીએચ વાઘેલાના સંપર્કમાં આવી હતી. દરમિયાન એક દિવસ તબિયત ખરાબ હોવાનું કહીને ડીએચ વાઘેલાએ મને તેમના ઘરે બોલાવી હતી અને મારા પર દુષ્કર્મ આચર્યું હતું.