અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રવિવારે બપોરે જણાવ્યું હતુ કે, પાંચ દિવસ ચોમાસું સામાન્ય રહેશે. રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. આ સાથે તેમણે સૌરાષ્ટ્ર અને રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે.
આજથી ત્રણ દિવસ ભારે વરસાદની કોઇ ચેતવણી નથી. આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં, ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરના અનેક વિસ્તારોમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ રહી શકે છે.