વિસાવદરમાં 22 કલાકમાં 14 ઈંચ કરતા વધારે વરસાદ વરસી ગયો છે. આ સિવાય જામનગર, અંજાર, કપરાડા, ખેરગામમાં પણ અતિભારે વરસાદ થયો છે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.