પીજીવીસીએલના જોઈન્ટ એમ.ડી. શ્રીમતિ પ્રીતિ શર્માની વાવાઝોડા દરમિયાનની

પ્રભારી મંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરીયાએ પીજીવીસીએલના જોઈન્ટ એમડી શ્રીમતિ પ્રીતિ શર્માનું સન્માન કરીને બિપરજોય વાવાઝોડા દરમિયાન તેમની કામગીરીને બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાના કપરા સમયે શ્રીમતિ પ્રીતિ શર્માએ પ્રેગેન્સીમાં પણ રાત દિવસ જોયા વગર પોતાની ફરજ અદા કરી હતી.
પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડા દરમિયાન હું અને આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ મોડી રાત સુધી કચ્છ કલેક્ટરશ્રીની કચેરીએ પરિસ્થિતિની સમીક્ષાની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે રાતના બે-બે વાગ્યા સુધી પીજીવીસીએલના જોઈન્ટ એમડી શ્રીમતિ પ્રીતિ શર્માએ કચેરીમાં હાજરી આપીને પોતાનું કર્તવ્ય નિભાવ્યું હતું. સર્ગભા હોવા છતાં તેઓ મોડે સુધી પીજીવીસીએલના અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપીને કામગીરી કરતા હતા તે બાબતને પ્રભારી મંત્રીશ્રીએ બિરદાવી હતી અને આજરોજ શ્રીમતિ પ્રીતિ શર્માનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. પ્રભારી મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આવા ફરજનિષ્ઠ અધિકારીશ્રીઓની રાત-દિવસ મહેનતના લીધે સરકાર ઝીરો કેઝ્યુઆલટીના લક્ષ્યાંકને પ્રાપ્ત કરી શકી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા મહિલા શક્તિને આદર આપે છે એમ જણાવીને પ્રભારી મંત્રીશ્રીએ પણ પ્રીતિ શર્માની કામગીરીને બિરદાવીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

About JAYENDRA UPADHYAY

Check Also

શ્રી સ્વામિનારાયણ મંદિર સુખપર – શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દિ મહોત્સવ અંતર્ગત સુખપર ખાતે નગરયાત્રા યોજાઈ

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર સુખપર – શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દિ મહોત્સવ અંતર્ગત …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »