ગંગા સ્વરૂપા બહેનો સમાજમાં સન્માનપૂર્વક જીવી શકે તેવા ઉમદા હેતુથી દર મહિને રૂ. ૧૨૫૦/-ની સહાય “ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજના” હેઠળ આપવાની યોજના સરકારશ્રી દ્વારા અમલમાં મુકવામાં આવેલી છે. આ યોજના હેઠળ વર્તમાન સમયમાં કચ્છ જિલ્લામાં કુલ ૪૭૮૮૫ લાભાર્થીઓની રૂ. ૬.૧૬ કરોડ સહાય ચૂકવવામાં આવે છે.
આ યોજના હેઠળ લાભાર્થીના ખાતા આધાર બેઇઝ્ડ કરવામાં આવે છે. સહાય જમા થયા અંગેની જાણકારી લાભાર્થીને મોબાઇલમાં મેસેજ મારફતે થઈ શકે તેમજ યોજનાની પારદર્શિતા વધે તેવા ઉમદા હેતુથી દરેક લાભાર્થીનો મોબાઈલ નંબર નજીકની સંબંધિત મામલતદાર કચેરી ખાતે જમા કરાવવા ફરજિયાત છે.
હાલ કચ્છ જિલ્લાના ૧૨૫૧૯ જેટલા લાભાર્થીઓના મોબાઈલ નંબર અને ૩૯૦ લાભાર્થીઓના આધાર લીંક કરવાવવાના બાકી છે. જેથી આ આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નજીકની મામલતદાર કચેરી ખાતે જમા કરાવવા લાભાર્થીઓને અનુરોધ કરવામાં આવે છે. જે લાભાર્થીઓએ પોતાના આધાર કાર્ડ અને મોબાઈલ નંબર અપડેટ નહી કરાવેલ હોય તેઓની સહાય સ્થગિત થઈ શકે છે. જેની ખાસ નોંધ લેવા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સુલોચના પટેલ દ્વારા દ્વારા જણાવાયું છે.
