કચ્છમાં બિપોરજોય વાવાઝોડાના લેન્ડફોલ બાદ અસરગ્રસ્ત વિસ્તારો સહિત ઠેક ઠેકાણે રસ્તા પર વૃક્ષો પડી જવાની ઘટનાઓ બની છે ત્યારે વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ સહિતના અન્ય વિભાગો સંકલન કરીને રોડ પરથી તત્કાલ વૃક્ષો દૂર કરીને રસ્તા ખુલ્લા કરવાની કામગીરી કરી રહ્યા છે.