ભુજ
કચ્છમાં વાવાઝોડાથી ખુબ જ નુકશાન થયું હોવાનું ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અમીત ચાવડાએ જણાવ્યું છે. અમિત ચાવડાએ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખીને આ આપતિને રાષ્ટ્રીય આપદા જાહેર કરવા માંગ કરી છે. તેમણે જુદી-જુદી વ્યવસ્થાઓના સુચન સાથે કચ્છ કલેકટરને સોપ્યો હતો. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે અને અમારા પ્રદેશ આગેવાનો સાથે કચ્છમાં વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છીએ. વાવાઝોડાની અસરો એટલી વિકરાળ છે કે તેને શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી.
કચ્છ અને સૌરાષ્ટ્રમાં મોટા પાયે ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે આ વીજ પુરવઠો તાત્કાલિક પુન સ્થાપિત થાય તે આવશ્યક છે વીજ પુરવઠો ખોરવાવાને કારણે શુધ્ધ પાણી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે અને જયાં ટેન્કરો દ્વારા પાણીના પહોંચાડવામાં સમય લાગે એમ હોય ત્યાં જનરેટર દ્વારા વિજળી પુરી પાડવી જરુરી છે. આ સિવાય સામાન્ય માણસોની ઘરો, ઝુંપડાઓ અને રોજગાર સ્થાનોને નુકશાન થયું છે તે લોકોને તાત્કાલિક પુન:વસન માટેની વ્યવસ્થા કરવામાં આવે.
વિપક્ષ નેતા અમીત ચાવડાની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ કચ્છ કલેકટરને મળીને વિવિધ સુચનો કર્યા હતા.