વૃદ્ધ દંપતીએ એકબીજા સાથે જીવવા મરવાના કોલ આપ્યા હોય તેમ પતિના નિધનના એક કલાક બાદ પત્નીનું પણ નિધન થયું હતું. વૃદ્ધ દંપતીની ગામમાં એકસાથે અર્થી નીકળતા ગમગીનીનો માહોલ છવાયો હતો.
ભરૂચના ફાટાતળાવ વિસ્તારની આ ઘટના છે. જેમાં શુક્રવારે સવારે વૃદ્ધ હરકિસન ભગવાનદાસ મકવાણાનું ઉંમરના કારણે નિધન થયુ હતું. પતિના મોતનો પત્ની પુષ્પાબેનને ભારે આઘાત લાગ્યો હતો. પતિના મૃત્યુના એક કલાક બાદ જ પુષ્પાબેનનું પણ આઘાતમાં મૃત્યુ થયું હતું. વસમી ઘડી તો ત્યારે બની રહી, જ્યારે વૃદ્ધ દંપતીની એકસાથે ગામમાંથી અર્થી નીકળી હતી.