રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ 2000ની નોટને સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચી લીધી છે, પરંતુ હાલની નોટો અમાન્ય નહીં બને. 2 હજારની નોટ નવેમ્બર 2016માં બજારમાં આવી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000ની નોટ બંધ કરી દીધી હતી. એને બદલે નવી પેટર્નમાં 500 અને 2000ની નવી નોટ બહાર પાડવામાં આવી હતી. RBIએ 2019થી 2000ની નોટ છાપવાનું બંધ કરી દીધું હતું. 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં કોઈ પણ બેંકમાં 2000 રૂપિયાની નોટ બદલી શકાશે. અત્રે તમને જણાવી દઈએ કે, 23 મેથી કોઈપણ બેંકમાં નોટ બદલી અથવા જમા કરાવી શકાશે. ખાસ વાત એ છે કે, 20,000 રૂપિયા એક સમયે બદલી અથવા બેંકમાં જમા કરાવી શકાશે. RBIની 19 શાખાઓમાં પણ નોટો બદલી શકાશે.

The brand new Indian currency bank notes of 2000 and 500 rupees bundle. Success and got profit from business