એક ઈસાઈ પાદરીના કહેવા પર 47 લોકોએ આત્મહત્યા કરી લીધી છે. આ તમામ લોકોએ ભૂખ્યા રહીને સુસાઈડ કર્યું છે. આ મામલો કિલ્ફી પ્રાંતના શાકાહોલા જંગલનો છે.
એક રિપોર્ટ અનુસાર, ચર્ચના એક પાદરીએ આ લોકોને કહ્યું હતું કે, જો ભૂખ્યા રહીને પોતાની જાતને દફન કરી લઈએ તો, તેમની મુલાકાત જીસસ સાથે થશે અને તેમને સ્વર્ગ મળશે. મૃતકોમાં બાળકો પણ સામેલ છે. પોલીસે કહ્યું કે, આ કેસની તપાસ ચાલી રહી છે. કેન્યાએ આંતરિક મંત્રી, કિથુરે કિંડિકીએ કહ્યું કે, તમામ 800 એકર જંગલને સીલ કરી દેવામાં આવ્યું છે. કેન્યા એક ધાર્મિક દેશ છે અને ખતરનાક, અનિયમિત ચર્ચો અથવા પંથમાં લોકોને લલચાવવા પાછળનો આ મામલો સામે આવ્યો છે.
કેન્યાની પોલીસે એક કબરમાંથી એક જ પરિવારના પાંચ લોકોને બહાર કાઢ્યા છે. આ તમામ લોકો જીસસ સાથે મળવા માગતા હતા. ઘટનાનો ખુલાસો થતાં બાદમાં પોલીસે પોલ મેકેંજી નામના એક પાદરીને અરેસ્ટ કરી લીધો. આરોપીનું કહેવું છે કે, તેણે લોકોને આત્મહત્યા કરવા માટે પ્રેરણા નહોતી આપી. ચર્ચને વર્ષ 2019માં સીલ કરી દેવામાં આવ્યું હતું. કેન્યાની એક ન્યૂઝ વેબસાઈટ અનુસાર, પોલીસ હવે તમામ લાશના ડીએનએ સેમ્પલ એકઠા કરી રહી છે, જેનાથી એ સાબિત થઈ શકે છે કે, લોકો ભૂખ્યા રહેવાના કારણે મર્યા છે.