ગુજરાતમાં ફરી એકવાર સફાઇકર્મીનાં મોતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, અમદાવાદના ધોળકામાં બે સફાઈ કર્મીના મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ આ બનાવ પુલેન સર્કલ પાસે આવેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની હોવાનું સામે આવ્યું છે. સુએજ પ્લાન્ટમાં ચેમ્બર સફાઈ કરવા ઉતરેલા કામદારોના મોત થતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે. અમદાવાદના ધોળકામાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઇ કરવા ઉતરેલા સફાઇ કામદારોનાં મોત થયા છે. વિગતો મુજબ ધોળકાના પુલેન સર્કલ પાસે આવેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ચેમ્બર સફાઈ કરવા સફાઈ કર્મી ઉતર્યા હતા. જોકે અચાનક આ બંને સફાઈ કર્મીઓનાં મોત થયા હતા. પ્રાથમિક માહિતી મુજબ ગઈકાલે રાત્રે આ ઘટના બની હતી. વિગતો પ્રમાણે પી.સી સ્નેહલ કંટ્રકશન પ્રાઇવેટ લિમિટેડ એજન્સીના બે કામદારો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ચેમ્બર સફાઈ કરવા ઉતર્યા બાદ તેમનુ મોત થયું હતું. પ્રાથમિક વિગતો મુજબ આ બંને મૃતક કામદારો શિયાળ ગામના હોવાનું સામે આવ્યું છે. આ તરફ ઘટનાને લઈ ધોળકા ફાયર સાથે અમદાવાદ ફાયરને બોલાવાઇ હતી.
Check Also
ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ
અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …