ગાજિયાબાદના લોની વિસ્તારમાં એક એવો કિસ્સો સામે આવ્યા છે, જ્યાં મોબાઈલ પ્રેમી પત્નીને બૈકઅપ બનાવી દીધું. ફોનના વધઆરે પડતા ઉપયોગથી કંટાળેલા પતિએ તેને એવું કહીને ચૂપ કરાવી દીધી કે, પતિ ભલે છુટી જાય પણ સ્માર્ટફોનનો સાથ ક્યારેય નહીં છોડે, હાલત એવી થઈ ગઈ કે, પતિ પત્ની વચ્ચે ઝઘડાનો આ કિસ્સો પરિવાર પરામર્શ કેન્દ્ર સુધી પહોંચી ગયો
પતિની ફરિયાદ મુજબ પત્ની આખો દિવસ મોબાઈલ ફોનમાં જ લાગેલી રહે છે અને ઘરની દરેક નાની મોટી વાતને લઈને તેની બહેન અને જીજાને કોલ કરતી રહે છે અને બહેન સાથે મળીને પતિને ખરી ખોટી સંભળાવી દેતી હોય છે. એટલું જ નહીં બીજી તરફ હાલની પત્નીની બહેન તેને ખરી ખોટી સંભળાવે છે. જેના પર પત્ની બિલકુલ પણ વિરોધ નથી કરતી. પત્નીના ફોન પ્રેમથી પતિ એટલો કંગાળી ગયો હતો કે, તેને સ્માર્ટફોનની જગ્યાએ કીપેડવાળો ફોન આપવાની વાત કહી તો પત્ની ગુસ્સે થઈ ગઈ. અને તે નારાજ થઈને પિયર જતી રહી.
પત્નીનું કહેવું છે કે, ભલે કંઈ પણ થઈ જાય, તે સ્માર્ટ ફોન છોડશે નહીં. તેને પતિથી વધારે સ્માર્ટફોન સાથે લગાવ છે. તો વળી આ મામલામાં પરિવાર પરામર્શ કેન્દ્ર પહોંચ્યો તો ત્યાના પ્રભારીએ જણાવ્યું કે, મહિલાને ખૂબ સમજાવવાની કોશિશ કરી, પણ તે કંઈ સાંભળવા અને માનવા તૈયાર નહોતી. તે સ્માર્ટફોનની જીદ પર અડી હતી કે, તેની આગળ બધું જ ન્યોછાવર કરવા તૈયાર છે. મહિલાને તેના ભાઈઓએ પણ સમજાવી પણ તે કોઈની વાત માનવા તૈયાર નહોતી. હાલમાં કાઉંસિલરે દંપતિને સમજાવીને ઘરે મોકલી દીધા છે અને આગળની તારીખ આપી દીધી છે.