છેલ્લા લગભગ ત્રણેક દિવસથી પારો ઉચકાયો છે. પવનની ગતિ ધીમી પડતાં અને તપામાનમાં વધારો થતાં લોકોને ઠંડીમાં રાહત મળી છે. રાજ્યના વિવિધ શહેરોમાં તપામાનમાં વધારો થતો જોવા મળ્યો છે. લુધત્તમ તાપમાન ઉચકાતા ઠંડીમાં ઘટાડો થયો છે. બીજી બાજુ, આગામી પાંચ દિવસ કડકડતી ઠંડીથી રાહત મળશે. વહેલી સવારે અને મોડી સાંજે જ ઠંડી અનુભવાઇ રહી છે.
રાજ્યના વાતાવરણમાં થઇ રહેલા બદલાવને પગલે વાઇરલ ઇન્ફેક્શન સહિતના રોગો પણ વધી રહ્યા છે. બાળકો અને વૃદ્ધોને તેની અસર થઇ રહી છે. તાપમાન ઉચકાતા લોકોને સામાન્ય ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે, જ્યારે વહેલી સવારે અને મોડી સાંજે ઠંડી અનુભવાઇ રહી છે