યુવક ઓનલાઈન બાઈક ખરીદી કરવા જતાં ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યો

ડાંગના સુબીર ગામના 22 વર્ષીય સુનીલ પવાર પોતાના મોબાઈલમાં ફેસબુકના માધ્યમથી માર્કેટ પ્લેસમાં જૂની સેકેન્ડ હેન્ડ બાઈક જોઈ રહ્યો હતો. તે સમયે ફેસબુકમાં એક સ્પેલન્ડર પલ્સ સેલ્ફ ડ્રમ કાસ્ટ, કલર બ્લેક સિલ્વર સ્ટાર ગાડી ગમી જતા આ યુવાને ગાડીના ફોટા સાથે આપેલા મોબાઈલ નંબર પર ફોન કર્યો હતો. અને આપેલા મોબાઈલ નંબરવાળા વ્યક્તિ સાથે વાતચીત કરી બાઈકના 18 હજાર નક્કી કરેલા હતા. આ બાઈક વેચવાવાળા વ્યક્તિએ આ યુવાનને આર.સી બુકનો ફોટો વ્હોટશોપ પર મોકલી વિશ્વાસમાં લઇ જણાવેલું કે ફોન પે દ્વારા નાણાં જમા કરાવી આપો. ત્યારબાદ પાર્સલમાં બાઈક આવી જશે. એમ જણાવતાં યુવકે ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

આ યુવાને પહેલાં તો 8 હજાર અને બાદમાં 10 હજારનું પેમેન્ટ જમા કરી દીધુ હતુ. છતાં પણ બાઈક મળી ન હતી. જેથી મોબાઈલ નંબરવાળા ઈસમ દર્શનકુમાર ઇંદરસિંગને ફોન કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, બીજા 7500 ડિલિવરી ચાર્જ લાગશે. જેથી આ યુવાને ફરી ફોન પે મારફતે દિનેશ મીના નામના એકાઉન્ટમાં સાડા સાત હજાર નાખ્યા હતા. પરંતુ બાઈકની ડિલિવરી આજદિન સુધી ન મળતા આ યુવાન છેતરપિંડીનો ભોગ બન્યો હોવાનો અહેસાસ થયો હતો. સુબિરના યુવાને ઓનલાઈન બાઈક ખરીદી કરવાનાં ચક્કરમાં 25,500 ગુમાવી છેતરપીંડીનો ભોગ બનતા છેતરપીંડી કરનાર આરોપી એવા દર્શનકુમાર ઇદરસિંગ મુ.પો.સી-૪-૫- બિંદુ બ્લોક ઘોડાસર અમદાવાદ ઇસ્ટ સામે ડાંગ જિલ્લાનાં સુબિર પોલીસ મથકમાં ફરીયાદ આપતા સુબિર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

About chanchal bhuj bhuj

Check Also

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »