ચીનમાં વધી રહેલા કેસો બાદ મોદી સરકાર પણ એક્શન મોડમાં આવી છે. કોરોનાને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક મળી હતી જે પૂર્ણ થઇ છે. આ બેઠક બાદ ચોક્કસ નિર્ણયો લેવામાં આવ્યાં છે. આ બેઠકમાં વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટેન્સીંગનું પાલન કરવું જેવી બાબતોનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને આપી ગાઇડલાઇન્સ
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવનારા તહેવારોનાં દિવસો અને નવા વર્ષની ઊજવણમાં ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ એન્ડ વેક્સિન અને માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનો આદેશ આપ્યો છે.
વીડિયો કોન્ફેરેન્સિંગ થકી થઇ મીટિંગ
મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ મોકલી દીધેલ છે. સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એડવાઇઝરી જાહેર કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે નવા કોવિડ પોઝિટિવનાં દર્દીઓનાં સેમ્પલ જીનોમ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે જેથી ત્યાં આ સેમ્પલને જીનોમ સીક્વેન્સિંગ થઇ શકે.