1 જાન્યુઆરીથી દિલ્હીમાં 450 પ્રકારના મેડિકલ ટેસ્ટ ફ્રી માં થશે CM કેજરીવાલે જાહેરાત કરી

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આરોગ્ય વિભાગના એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. હવે 1 જાન્યુઆરીથી રાજધાની દિલ્હીમાં 450 પ્રકારના મેડિકલ ટેસ્ટ ફ્રી થશે. આ ટેસ્ટ કેજરીવાલ સરકારના મોહલ્લા ક્લિનિક્સ અને સરકારી હોસ્પિટલોમાં મફતમાં થશે. અત્યાર સુધી 212 પ્રકારના ટેસ્ટ ફ્રીમાં કરવામાં આવી રહ્યા છે. દિલ્હીના તમામ નાગરિકોને આ યોજનાનો લાભ મળશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું હતું કે, કોઈપણ વ્યક્તિની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના, દરેકને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ અને શિક્ષણ પ્રદાન કરવાનું અમારું મિશન છે. હેલ્થકેર પણ મોંઘી બની છે. ઘણા લોકો ખાનગી આરોગ્યસંભાળ ખર્ચ કરી શકતા નથી. દિલ્હી સરકારના આ નિર્ણયથી આવા તમામ લોકોને મદદ મળશે.

About chanchal bhuj bhuj

Check Also

પાકિસ્તાનમાં 2 બ્લાસ્ટ,28નાં મોત:બલૂચિસ્તાનમાં થયેલા બંને બ્લાસ્ટમાં પહેલામાં 15 અને બીજામાં 13 લોકોએ જીવ ગુમાવ્યા

પાકિસ્તાનની ચૂંટણીના એક દિવસ પહેલાં બલૂચિસ્તાનમાં બે બ્લાસ્ટ થયા હતા. પહેલો વિસ્ફોટ પિશિન શહેરમાં થયો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »