ઝુલતા પુલ દુર્ઘટના બાદ વડાપ્રધાન મોદીએ લીધેલી મોરબીની મુલાકાતની ટ્વિટ કરનારા દક્ષ પટેલ અને સાંકેત ગોખલે વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે
વડાપ્રધાન મોદીએ લીધેલી મોરબીની મુલાકાતની ટ્વિટ કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો છે. મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચૂંટણી અધિકારીએ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
ઝુલતા પુલ દુર્ઘટના બાદ પીએમ મોદીની મોરબી મુલાકાતના ખર્ચને લઈને ટ્વીટ કરવામાં આવ્યું હતું. ખોટી માહિતી ટ્વિટર ઉપર ટ્વિટ કરી વિવિધ વર્ગો વચ્ચે દુશ્મનાવટ ઊભી થાય અને તિરસ્કારની ભાવના ઊભી થાય તેવું કૃત્ય કર્યું હતું. દક્ષ પટેલ અને સાંકેત ગોખલે નામના બે શખ્સો સામે ચૂંટણી અધિકારીએ ફરિયાદ નોંધાવી છે.